બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ પોરબંદરની ચોપાટી સાફ કરી, દરીયાઈ જીવો અને સંપત્તિને બચાવવાની જહેમત

DivyaBhaskar 2020-02-07

Views 68

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર દ્વારા 2 ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે 2020 ની ઉજવણીના ભાગરૂપે ચોપાટીની આસપાસ ભેગો થયેલો કચરો સાફ કરવાની કવાયત હાથધરી હતી સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રુઘાણીએ વૈજ્ઞાનિક માહિતી આપતા જણાવેલ કે આ વર્ષે 2020ની વર્લ્ડ વેટલેન્ડ્સ ડેની થીમ જૈવવિવિધતા છેજે રીતે પૃથ્વી પરનાવાતાવરણનું બેલેન્સ જાળવી રાખવા માટે વૃક્ષોની જરૂર છે તેવી જ રીતે વેટલેન્ડની પણ એટલી જ તાતી જરૂરિયાત છે જો કે, હાલની વિકટ અને ચિંતાજનક બાબત એ છે કેઆપણે ખૂબ જ ઝડપથી વેટલેન્ડ સંસાધનો પણ ગુમાવી રહ્યા છીએઆપણે કુદરતી જંગલો કરતાં ત્રણ ગણી ઝડપથી વેટલેન્ડ ગુમાવી રહ્યા છીએ લોક જાગૃતિ અર્થે આ વર્લ્ડવેટલેન્ડ ડે ની ઉજવણી ચોપાટી સફાઈ અભિયાન દ્વારા કરવામાં આવી હતી આ અભિયાનમાં પોરબંદરના અનેક પર્યાવરણ પ્રેમીઓ પણ જોડાયા હતા તેના ભાગરૂપે દરીયાઈજીવો અને સંપત્તિને ખૂબ જ નુકસાન પહોંચાડે તેવા પ્લાસ્ટિકના પાઉચ, કપ, ગ્લાસ, બોટલ્સ, બુટ, ચંપલ, થર્મોકોલ, તેમજ જેને આપણે ધર્મ અને આસ્થાના પ્રતિક ગણીએ છીએતેવીભગવાનની છબીઓ, ફૂલના હાર, ચૂંદડીઓ, અને ધજાઓ જેવી પવિત્ર સામગ્રીઓ પણ આ પ્રકૃતિપ્રેમીઓએ ભેગી કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS