સુરત:લક્ષ્મી હરિ ગ્રુપ, શાંતમના સંચાલક વિનોદ અગ્રવાલના જણાવ્યા અનુસાર આજે 18મી નવેમ્બરના રોજ હું 60 વર્ષનો થવા જઈ રહ્યો છું આમ તો તમામ લોકોના પરિવાર બહુ સારો જ હોય છે જોકે, દરેકની મર્યાદા હોય છે સામાન્ય રીતે તમામ પરિવારમાં સિનિયર સિટિઝન હોય છે પરિવારના યુવા લોકો કામમાં વ્યસ્ત હોય છે અને પૌત્ર-પૌત્રીઓ અભ્યાસમાં વ્યસ્ત હોય છે તેથી સિનિયર સિટિઝન એકલવાયું અનુભવે છે આથી મને સિનિયર સિટિઝનો વૃદ્ધાવસ્થામાં પણ જીવન માણી શકે, પરિવારની હૂંફ મળતી રહે અને કોઈને કંઈ શીખવાની ઇચ્છા હોય એવા લોકો માટે તેમ જ એકવલાયું જીવન ન અનુભવે તે માટે એક સંસ્થા બનાવવાનું નક્કી કર્યું હતું