અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા લગભગ 1 કરોડ 73 લાખના દારૂનો નાશ કરાયો

DivyaBhaskar 2020-02-06

Views 419

અમદાવાદ:શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝોન 5ના પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષમાં ઝડપાયેલા લગભગ 1 કરોડ 73 લાખના દારૂ પર ગુરૂવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ઝોન 5ના ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ જાતે દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી અને દારૂના જથ્થાનો નાશ કર્યો હતો કોર્ટની મંજુરી બાદ આ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો છે ડીસીપી રવીતેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે અને જો તેમના જ સિનીયર અધિકારી જાતે જ દારૂના જથ્થાનો નાશ કરે તો કામગીરીથી સંતોષ મળશે
છેલ્લા બે વર્ષમાં દારૂના 500થી વધુ કેસ કરવામાં આવ્યા
ઝોન 5 માં આવેલ નિકોલ, ખોખરા, રામોલ, અમરાઈવાડી, બાપુનગર, રખિયાલ અને ઓઢવ પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં દારૂના 500થી વધુ કેસ કરવામાં આવ્યા હતા જેમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો છે આ કાર્યવાહી દરમિયાન ડીસીપી, એસીપી, સહીતના પોલીસ અધિકારી ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS