પારડીઃસંતાન સુખ માટે પરિવાર હોસ્પિટલ કે મંદિરો ગણતા થાકતા નથીત્યારે જેને સંતાન સુખ મળ્યું એવી નિષ્ઠુર જનેતા નવજાત બાળકીને ઉદવાડા બ્રિજ નીચે બુધવારની રાત્રીએ આગિયારેક વાગ્યે ત્યજીને ફરાર થઈ ગઈ હતી કડકડતી ઠંડીમાં બ્રિજ નીચેથી પસાર થતાં કોઈક રાહદારીને બાળકીનો અવાજ સંભળાતા બાળકી અંગે પારડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પારડી પોલીસની ટીમ સાથે મહિલા પોલીસ કર્મી તૃપ્તિબેન તાત્કાલીક ઉદવાડા પહોચ્યાં હતા બાળકી ભૂખના માર્યે રડતી અને ઠંડીમાં ધ્રૂજતી જણાતા બાળકીને તાત્કાલિક પોલીસવાનમાં પારડી CHC ખાતે સારવાર માટે ખસેડાઇ હતી બાળકી ઠંડીના કારણે હાયપોથર્મિયાની સ્થિતિમાં મૂકાતા તબિયત નાજુક બની હતી હોસ્પિટલના ડો હરજીતપાલ સિંગે પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે