અંબાજી: પાનસા ગામ પાસે એક બાઈક એસ ટી બસ સાથે અથડાયું હતું બાઈકચાલક એસટી બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું જ્યારે તેની પાછળ બેઠેલા બાઈક સવારને ગંભીર ઈજાઓ થતાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જંબેરા ગામથી અંબાજી તરફ જતાં આદીવાસી યુવાનનું બાઈક ચાણસ્મા ડેપોની એસ ટી બસ નંબર જીજે 18 ઝેડ 1365ની નીચે આવી ગયું હતું જેમાં હંસા ગલબા સોલંકી અને હોજા નાના સોલંકીનું મોત નિપજ્યું હતું અકસ્માત બાદ બસનો ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી જ્યારે મૃતકોના પરિવારજનોએ ઘટના સ્થળે જ રોકકળ કરી મૂકી હતી