વલ્લભવિદ્યાનગર: કરમસદની સરસ્વતી સ્કૂલમાં ધોરણ 9મા અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હદયરોગનો હુમલો થતા તેનું મોત નિપજ્યું હતું વિદ્યાર્થી 25 તારીખે પ્રજાસત્તાક પરેડનું રિહર્સલ માટે સ્કૂલ ગયો હતો રિહર્સલ કરતી વખતે અચાનક ચક્કર આવી જતા તે જમીન પર પડી ગયો હતો શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓએ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા જોકે તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો પોસ્ટ મોર્ટમમાં મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું બહાર આવ્યું છે