અમરેલીઃખાંભાના સમઢિયાળા પાસે રાજકોટ જઇ રહેલી મિનિ બસમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે બસ બળીને ખાખ થઈ ગઈ છે બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી હતી અને જોતજોતામાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી ત્યારે આ ઘટનાની જાણ થતા બસના માલિક પોલીસ સહિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા મહત્વનું છે કે, શોર્ટ સર્કિટ થતા જ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસમાં સવાર તમામ લોકોને નીચે ઊતારી દીધા હતા ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી તમામ 6 પેસેન્જરોનો બચાવ થયો છે