વરાછા વિસ્તારની કિશોરીનું 17 દિવસ પહેલાં યુવક દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેને લઈને પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી જોકે, હજુ સુધી કિશોરી મળી નથી અને પોલીસની ધીમી કામગીરીના પગલે પરિવાર સહિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે પરિવાર અને સમાજના લોકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો
કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપી કમલેશભાઈ જોધાભાઈ ભાલીયા દીકરીને ઉપાડી ગયો તે જ દિવસે પોલીસ ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસને આરોપીના બહેનના ઘરેથી મારી દીકરીના ઓળખના પુરાવા પણ મળી આવ્યાં તે તપાસમાં કબ્જે લીધેલા છે પરંતુ અન્ય કોઈ કાર્યવાહી કરાઈ નથી