બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો ચાર દિવસના સત્તાવાર પ્રવાસ પર આજે નવી દિલ્હી પહોંચ્યા છે તેઓ આવતીકાલે યોજાનારા ગણતંત્ર દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે બ્રાઝીલના રાષ્ટ્રપતિ બન્યા બાદ બોલસોનારોનો આ સૌ પ્રથમ ભારત પ્રવાસ છે તેમની સાથે કેબિનેટના આઠ પ્રધાન અને એક મોટું વ્યાપારી પ્રતિનિધિ મંડળ પણ નવી દિલ્હી આવ્યું છે રાષ્ટ્રપતિ બોલસોનારો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી અને તેમની ઉપસ્થિતિમાં બન્ને દેશ વચ્ચે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર થયા હતા ગેસ, ખાણ, સાઈબર સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે કુલ 15 જેટલી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે