નવી દિલ્હીઃદિલ્હીમાં વિધાનસભા ચૂંટણી છે સ્થાનિક મુદ્દાઓ સાથે CAA એટલે કે નાગરિકતા સંશોધન કાયદાની પણ ચર્ચા છે અહીંયા પાકિસ્તાનથી આવેલા હિન્દુ શરણાર્થીઓના 2 કેમ્પ છે એક મજનૂના ટીલા પાસે અને બીજો સિગ્નેચર બ્રિઝની પાસે છે મોટાભાગની ઝૂંપડીઓ પર તિરંગો જોવા મળે છે અહીંયા રહેનારાઓને માત્ર મતદાન કરવાનો અધિકાર નથી પરંતું આ લોકો દિલ્હી ચૂંટણી પર નજર રાખી રહ્યા છે મૂળભૂત સુવિધાઓનો અભાવ છે પૂરતા શૌચાલય નથી અને વીજળી-પાણીની પણ સમસ્યાઓ છે ભાસ્કરે આ કેમ્પની મુલાકાત લીધી લોકો સાથે સીધી વાતચીત કરી તો એક શરણાર્થીએ જણાવ્યું કે, અમને કોઈ પણ સરકાર સાથે વાંધો નથી પણ અમે માત્ર એટલું ઈચ્છે છીએ કે અમારી ઝૂંપડીઓ સુધી વીજળી અને પાણી પહોંચાડવામાં આવે