દ્વારકા:દ્વારકા નજીક આવેલું મિઠાઇ ફાટક માનવ રહિત હોવાથી વાહનચાલકોએ રેલવે ટ્રેક પરથી કોઇ ટ્રેન પસાર થાય છે કે નહીં તે જોવાનું રહે છે આ માનવ રહિત ફાટક પાસેથી પસાર થતી એક કારનો ચાલક રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતાં અકસ્માત સર્જાયો હતો ટ્રેનની બ્રેક વાગે તે પહેલાં એન્જીન સાથે કાર 50 મીટર સુધી ઢસડાઇ ગઇહતી અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે જો કે સદનસીબે મોટી જાનહાનિ થતાં અટકી હતી