અમદાવાદ:શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પંચમ સોસાયટીમાં 'તું ગાડી કોને હટાવવાનું કહે છે' હું ભાજપનો અભિવક્તા છું કહી ભાજપના નેતા કિશનસિંહ સોલંકી અને અન્ય એક શખ્સએ વોચમેનને માર માર્યો હતો તું યુપીનો ભિખારી છે અને બે પૈસાની નોકરી છે ગુજરાતમાં કોઈ ગાડી ચાલકને ગાડી હટાવવાનું કહેવાનું નહીં કહી માર માર્યો હતો ઉપરાંત સોસાયટીના ચેરમેનને પણ હું ગુજરાત ભાજપનો અભિવક્તા છું કહી ધમકી આપી હતી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે