દિલ્હીનીનજીકઆવેલા ગ્રેટર નોઇડાના દાદરી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર બે ડ્રાઇવરો વચ્ચે થયેલો ઝઘડો એક મોતનું કારણ બની ગયો છે ટોલ પ્લાઝા પર થયેલી આ લડાઈ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છેહકીકતમાં ટોલ પ્લાઝા પર ગાડી કાઢવાના મામલે બે ડ્રાઇવર વચ્ચે લડાઈ થઈ ગઈ હતી આ પછી એક યુવકે ટ્રક ડ્રાઇવરને ટોલ પ્લાઝા પર રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ ડ્રાઇવર ગાડી ચલાવતો જ રહ્યો હતો ગુસ્સે ભરાયેલો યુવક ટ્રક પાસે આવી ગયો અને બંપર પર ચડવાનો પ્રયાસ કરવા લાગ્યો જોકે ટ્રક ડ્રાઇવરે ગાડી ન રોકી અને યુવક લપસી જતા ટ્રક નીચે આવી ગયો હતો
આ ઘટના પછી યુવકની ઘટનાસ્થળે મોત થઈ ગયું હતુંઘટના દાદરી થાણા વિસ્તારના ટોલ પ્લાઝા પર બની છે હાલમાં પોલીસ સીસીટીવી ફુટેજના આધારે ડ્રાઇવરની શોધ ચલાવી રહી છે