વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેમાં દરેક પોતાની એક્ટિંગ, સિંગિંગ કે ડાન્સિંગ સહિતની તમામ કલા રજૂ કરી શકે છે છેલ્લાં કેટલાંક દિવસથી બાબા જેક્સન નામના યુવકનો ડાન્સ વીડિયો Tik Tok પર વાઇરલ થતાં તે રાતોરાત ફેમસ થઈ ગયો છે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને હ્રતિક રોશન સહિતના સ્ટાર્સે બાબા જેક્સનના ડાન્સની પ્રશંસા કરી હતી
બાબા જેક્સન કોણ છે?
બાબા જેક્સનનું સાચું નામ યુવરાજસિંહ છે યુવરાજસિંહ રાજસ્થાનના જોધપુરના એક મધ્યમ પરિવારમાંથી આવે છે તેના પિતા ચંદ્રપ્રકાશ પરિહાર ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે બાળપણમાં યુવરાજસિંહને બોક્સિંગનો શોખ હતો પણ થોડાં મહિના પહેલાં તેને બોક્સિંગ છોડવી પડી હતી યુવરાજસિંહના માતા-પિતાની ઇચ્છા હતી કે, તે એન્જિનિયર બને, પણ બે વર્ષ પહેલાં મુન્ના માઇકલ ફિલ્મ આવેલી ફિલ્મ જોઈ તેને ડાન્સનો ચસકો લાગ્યો યુવરાજે તેની મહેનતથી લગભગ 6 મહિનામાં જ ડાન્સમાં મહારાથ હાંસલ કરી હતી તેની માતાનું કહેવું છે કે,- ‘છ મહિના પહેલાં તેને ડાન્સની લગની લાગી હતી તે કલાકો સુધી પ્રેક્ટિસ કરતો હતો તેની મહેનત જોઈ લાગતું હતું કે, જરૂર ફેમસ થશે Tik Tok પર તેનો ડાન્સ વીડિયો લોકોએ ખૂબ પસંદ કર્યો પાંચ મહિના પહેલાં તે દિલ્હી જતો રહ્યો અને ત્યાં એક ડાન્સ એકેડમીમાં ડાન્સ પણ શીખવાડી રહ્યો છે’
યુવરાજ પાસે વીડિયો પોસ્ટ કરવા મોબાઇલ ન હતો
યુવરાજની બહેન હર્ષિતાના જણાવ્યા મુજબ,- ‘યુવરાજ ઓછા સમયમાં ડાન્સ શીખ્યાં પછી વીડિયો પોસ્ટ કરવાં તેની પાસે મોબાઇલ ન હતો હું મોબાઇલમાં Tik Tok પર ફની વીડિયો બનાવતી હતી Tik Tokમાં મેં મારા ભાઈનો ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો અને તે લોકોને ખૂબ જ ગમ્યો’ જોકે, હર્ષિતા પણ તેના ભાઈ પાસે ગણતરીના દિવસોમાં જ ડાન્સ શીખી ગઈ અને તેનાં ભાઈની સાથે સાથે ડાન્સના વીડિયો Tik Tok પર પોસ્ટ કરે છે ડાન્સના યુવરાજ પણ કોઈ સુપરસ્ટાર ડાન્સર કરતાં કમ નથી