મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક એક્સપ્રેસે ગુરુવારે સવારે લગભગ 7 વાગે એક માલગાડીને પાછળથી ટક્કર મારી હતી આ કારણે ટ્રેનના 8 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા આ ઘટના કટકના નરગુંડી રેલવે સ્ટેશનની પાસે બની હતી આ ઘટનામાં 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે જોકે હજી સુધી ટ્રેન કયા કારણોસર પાટ પરથી ઉતરી ગઈ તે જાણવા મળ્યું નથી ઘટના સ્થળે પહોંચેલી ટીમે રાહત-બચાવ કાર્ય શરૂ કર્યું છે જોકે આ ઘટનામાં હજી સુધી કોઈ પણ મુસાફરનું મોત થયું હોવાની માહિતી નથી અકસ્માતમાં 6 મુસાફરો ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા છે માહિતી મળતાની સાથે જ રેલવે એક્સિડેન્ટ મેડિકલ વાન ઘટનાસ્થળે રવાના થઈ છે અકસ્માતનું કારણ ગાઢ ધુમ્મસ હોવાનું કહેવાઈ રહ્યું છે હાલ ઘટના સ્થળે પહોંચેલી ટીમ ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડી રહી છે