મોડાસા દુષ્કર્મ કેસમાં મૃતક યુવતીની બે બહેનપણીઓની ઓડિયો ક્લિપ વાઇરલ

DivyaBhaskar 2020-01-15

Views 7.9K

અમદાવાદ:મોડાસા યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મૃતક યુવતીની બે બહેનપણીઓનો ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે આ ક્લિપમાં જીગર નામના યુવકનું નામ બોલવામાં આવે છે પોલીસે ઓડિયો ક્લિપના આધારે વધુ તપાસ હાથ ધરી છે આ ઓડિયો ક્લિપની મદદથી આ રહસ્ય પરથી પડદો ઉઠે તેવી પોલીસને કડી મળી શકે છે ઉલ્લેખનીય છે કે, આજે 15 દિવસ થઈ ગયા છતાં યુવતીના મોતના રહસ્યનો હજુ કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી

બે બહેનપણીઓમાંથી એક તેને ગાડીમાંથી પરાણે ઉતારે છે

આ ઓડિયો ક્લિપમાં સંભળાય છે તે પ્રમાણે, તેઓ વાત કરી રહ્યાં છે કે, મોડાસાની મૃતક યુવતીને તેણે એક રિક્ષામાં બેસાડી હતી રિક્ષાવાળા ભાઇને જણાવ્યું હતું કે, આ યુવતીને સાયરા સિવાય ક્યાંય બીજે ઉતારશો નહીં તે વચ્ચે ઉતરવાનું કહે તો પણ તેને સાયરા જ ઉતારજો મહત્વનું છે કે, જે બે યુવતીઓ વચ્ચે વાત થઇ રહી છે તેઓ આ યુવકને ઓળખતા પણ નથી મૃતક યુવતી કોઇની કારમાં બેઠી હતી તેવો પણ ઉલ્લેખ છે આ બહેનપણીઓમાંથી એક યુવતીએ તેને તે કારમાંથી પરાણે ઉતારી હતી અને તેનો સીમ અને મોબાઇલ તોડી નાંખ્યો પણ હતો

ઓડિયોમાં જિગર ઉપરાંત એક અન્ય યુવતીનું નામ
આ ઓડિયો ક્લિપને કારણે મામલો વધારે ગૂંચવાયો છે આ ઓડિયોમાં જીગર ઉપરાંત અન્ય એક યુવતીનું નામ પણ અનેકવાર બોલવામાં આવે છે હાલમાં વાયરલ ઓડિયો ક્લિપની પોલીસે તપાસ હાથ ઘરી છે આ પહેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં હતાં પરંતુ આ ઓડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ભારે અસમંજસની સ્થિતિ પેદા થઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS