ગાંધીનગર: સેક્ટર-22 શાલીન કોમ્પ્લેક્ષમાં આવેલ મોબાઈલની દુકાનમાં મોબાઈલ ચોરીની ઘટના બની છે દુકાનદારે દૂકાન ખોલ્યા બાદ ડેમો સ્ટેન્ડ પર મુકેલો ફોનદેખાયો ન હતો જેથી દુકાનના માલિક કાર્તિકકુમાર પટેલે કારીગરને પૂછતાં તેને પણ ફોન અંગે ખબર ન હોવાનું કહ્યું હતું જેથી તેઓએ સીસીટીવી ચેક કરતાં મંગળવારે સાંજે 5:50 કલાકે આવેલો યુવક મોબાઈલ ઉઠાવતા નજરે પડે છેસાંજના સુમારે કારીગર એકલો હતો ત્યારે ટફન ગ્લાસ નખાવા આવેલો યુવક કારીગર વસ્તુ લેવા નીચે નમે છે ત્યારે શાંતિથી સ્ટેન્ડ પર પડેલો ડેમો મોબાઈલ લઈને ખિસ્સામાં મુકી દે છે જે બાદ જતો રહે છે જેથી દુકાનના માલિકે 14 હજારની કિંમતના મોબાઈલની ચોરી અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવીના આધારે યુવકને ઝડપી લેવા કવાયત હાથધરી છે