વાપીઃ શહેરના ભરચક ગણાતા ચણોદ વિસ્તારમાં આવેલા આઈઆઈએફએલ(ઈન્ડિયા ઈન્ફોલાઈન) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા 10 કરોડની લૂંટ થઈ છે લૂંટારાઓ કર્મચારીઓને સેલો ટેપથી બાંધીને 8 કરોડના સોના સહિત 10 કરોડની લૂંટ ચલાવીને માત્ર 10 મિનિટમાં નાસી છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને જિલ્લા સહિત મહારાષ્ટ્રની બોર્ડર પર અને નજીકના પોલીસ સ્ટેશનમાં નાકાબંધીની સૂચના આપી દેવામાં આવી છે લૂંટની વધારે વિગતો મેળવાઈ રહી છે