વડોદરાઃ વડોદરા શહેરના માંજલપુર અલવાનાકા પાસે હિરાનગરમાં રહેતા કિન્નર રાધાકુંવર ઝોયાકુંવર વસાવાએ માંજલપુર પોલીસ મથકમાં આપેલી અરજીમાં જણાવ્યું છે કે, ઘરની બહાર ખાટલા ઉપર સૂઇ રહી હતી તે સમયે મોડી રાત્રે બે યુવાનો લાકડી લઇને ધસી આવ્યા હતા અને મને લાકડીના ફટકા માર્યા હતા લાકડીના ફટકા મારતા હું બેભાન થઇ ગઇ હતી બાદમાં લૂંટારૂ ઘરમાં પ્રવેશી ઘરમાં સાડીમાં લપેટીને મૂકેલા રૂપિયા 16 હજાર રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા તેઓએ પોલીસમાં લૂંટ ચલાવનાર રવિ માળી અને કિરણ માળી હોવાની શંકા વ્યક્ત કરી છે માંજલપુર પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે