મુંબઈના મોસ્ટ વોન્ટેડ એઝાઝ લકડવાલાની પટનાથી ધરપકડ કરવામાં આવી છે હાલ તેને મુંબઈ લાવાવમાં આવ્યો છે તેના પર 15 કેસ દાખલ છે તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ખાસ માણસ માનવામાં આવે છે
આ પહેલાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોશન સેલ (AEC)એ એઝાઝ લકડવાલાની દીકરી સોનિયા લકડવાલાની જબરજસ્તી વસુલીના કેસમાં ધરપકડ કરી હતી તે તેના પિતાના કહેવાથી બાંદ્રાના એક બિલ્ડરને ધમકી આપીને વસુલાત કરતી હતી