નિર્ભયા ગેંગરેપ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોનું ડેથ વોરન્ટ જાહેર કરી દીધું છે ચારેય આરોપીઓને સવારે 700 વાગે ફાંસી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે દોષિત અક્ષય, પવન, મુકેશ અને વિનય પાસે ડેથ વોરન્ટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવા માટે 14 દિવસનો સમય છે જો તેઓ એવું ન કરે તો તેમને ફાંસીની સજા આપી દેવામાં આવશે દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું, અમે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરીશું કોર્ટના નિર્ણયથી નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું કે, મારી દીકરીને આજે ન્યાય મળી ગયો છે ત્યારે આવો જાણીએ અમદાવાદના યુવક અને યુવતીઓનો અવાજ તેઓ આ મામલે શું માને છે