ગુવાહાટીમાં વરસાદના કારણે પહેલી ટી-20 મેચ રદ થયા બાદ ભારત-શ્રીલંકાની ટીમ સોમવારે ઈન્દોર પહોંચી હતી આમ તો બંને ટીમો સોમવારે બપોરે ત્યાં પહોંચવાની હતીપણ કોઈ કારણોસર લેટ થતાં છેક સાંજે પહોંચી હતી જેના કારણે બપોરથી જ તેમના આગમની રાહ જોઈ રહેલા અનેક ચાહકોના ચહેરા પર પણ તેમના આવવાની ઉત્સુકતાજોઈ શકાતી હતી બંને ટીમો અલગ અલગ હોટલમાં રોકાણ કરવા નીકળી ત્યારે બહાર ઉભેલા તેમના ફેન્સે પણ ચિયર કરીને અભિવાદન કર્યું હતુંઆ મેચ હોલકર સ્ટેડિયમમાંરમાવાની છે જ્યાં આ વખતે કાળી માટીનો ઉપયોગ કરીને પિચ તૈયાર કરાઈ છે ઝાકળવાળું વાતાવરણ જોઈને એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ મેચમાં જે ટીમ પહેલાબેટિંગ લેશે તેને ફાયદો થશે મંગળવારે સવારે સાત વાગ્યે ભારત-શ્રીલંકા વચ્ચેની આ બીજી મેચ શરૂ થશે