સુરતઃ અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે ખેતમજૂરી કરતાં પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બાળકને સૌ પ્રથમ સારવાર માટે કોસંબા અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમિયાન મોત નીપજ્યું હતુંઆ તરફ વનવિભાગે ઘટના સ્થળે પહોંચીને દીપડાને ઝડપી લેવા પાંજરા ગોઠવ્યાં છે