હૉલિવૂડની ફેમસ સિંગર બ્રિટની સ્પીયર્સ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે તે પોતાના વીડિયો શેર કરીને ફેન્સને સરપ્રાઇઝ આપતી રહે છે નવા વર્ષે બ્રિટનીએ પોતાની ફિટનેસ રૂટિનને ફરી શરૂ કરી છે બ્રિટનીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યોગા અને સૂર્ય નમસ્કાર કરતો એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં બ્રિટની સ્પીયર્સ પોલ્કા ડૉટ ડિઝાઇનની પર્પલ બિકિનીમાં યોગ અને સૂર્ય નમસ્કાર કરતી જોવા મળે છે વીડિયોમાં બેકગ્રાઉન્ડ સંગીત પણ સાંભળવા મળે છે આ વીડિયોમાં બ્રિટનીના બે પેટ ડૉગને પણ તમે જોઈ શકશો