આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાં એટલે કે શુક્રવારે સવારે ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ(આઈટીબીપી)ના જવાનોએ યોગ કર્યા હતા લદાખમાં 18000 ફૂટ ઊંચાઈએ કડકડતી ઠંડીમાં જવાનોએ કરેલા યોગનો વીડિયો વાઈરલ થયો છે તમને જણાવી દઈએ કે જમ્મુકાશ્મીરના લદાખમાં તાપમાન માઈનસ 40 ડિગ્રી સુધી નીચે જતું રહે છે જવાનોના આવા હાઈ જોશવાળા યોગનો વીડિયો પણવાઈરલ થયો હતો તમને જણાવી દઈએ કે દેશની સરહદે માભોમની રક્ષા કાજે અડગ એવા જવાનો દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કે પછી તે પહેલાં અલગ અલગ સરહદો પર યોગ કરે છે ગયા વર્ષે અહીં જ યોગ કર્યા હતા તો સાથે જ ભારત-ચીન સરહદ પર પણ સૂર્યનમસ્કાર સહિત અન્ય યોગ કર્યા હતા