સુરતઃમહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસો જરૂરીયાત મંદોને ફાળવી દેવામાં આવ્યાં છે ફાળવાયેલા આ આવાસ જરૂરીયાતમંદોએ અન્યને ભાડે આપી દીધા હોવાની ઉઠેલી ફરિયાદોના પગલે પાલિકા કમિશનર દ્વારા સર્વે કરીને એક સપ્તાહમાં રિપોર્ટ આપવા આદેશ આપ્યો હતો જેના પગલે આજથી પાલિકાની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છેપાલિકાની ટીમ દ્વારા આવાસમાં જઈને લાભાર્થી જ રહે છે કે કોઈ અન્યને ભાડે મકાન આપી દેવામાં આવ્યાં છે તે અંગેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે