ઓરેગન:મંગળવારે મૂળ ભારતીય કેનેડાનો પર્વતારોહી ગુરબાઝ સિંહે અમેરિકાના ઓરેગન રાજ્યમાં આવેલ 11,240 ફુટ ઊંચા માઉન્ટ હૂડ પર ચઢાણ શરુ કર્યું હતું પર્વત પર ચઢતી વખતે તે 500 ફુટની ઊંચાઈથી પડી ગયો, પણ નસીબજોગે તે બચી ગયો બચાવદળને તેની પાસે પહોંચતા 4 કલાક લાગ્યા ગુરબાઝ સાથે તેના પિતા પણ ચઢાણ કરી રહ્યા હતા, તેણે ગુરબાઝને નીચે પડતો બચાવવા પ્રયત્નો કર્યા પણ સફળ ન રહ્યા
ગુરબાઝે જણાવ્યું કે, હું જ્યારે મારા મિત્રો સાથે પર્વત ચઢતો હતો ત્યારે અચાનક માટે પગ લપસી ગયો મારું બચવું મુશ્કેલ જ હતું મારો પગ તૂટી ગયો છે પર્વતનું ચઢાણ સીધું હોવાથી મારા સુધી પહોંચવામાં તેમને સમય લાગ્યો