વેલિંગ્ટન- ઓસ્ટ્રેલિયાના જંગલો છેલ્લા બે મહિનાથી ભડકે બળી રહ્યા છે આગને કાબૂમાં કરવાના અનેક પ્રયત્નો છતાં પણ તે આગળને આગળ પ્રસરી રહી છે દાવાળનાકારણે પેદા થયેલો ધુમાડો બે હજાર કિમી દૂર એટલે કે ન્યૂઝીલેન્ડના ગ્લેશિયર સુધી પ્રસરતાં જ પર્યટકો અને પર્યાવરણવિદ પણ ચિંતિત થવા લાગ્યા છે સોશિયલ મીડિયામાંઆગના ધુમાડાની આડઅસરના કેટલાક વીડિયોઝ પણ સામે આવ્યા હતા જેમાં જોઈ શકાય છે કે સફેદ રંગના ગ્લેશિયર પણ આગના કારણે પીળા રંગના દેખાવા લાગ્યા છેઆટલું ઓછું ના હોય તેમ ત્યાં રહેલા પર્યટકો પણ આ ધુમાડાના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે હવામાં લાકડાના સળગવાની સ્મેલ સતત અનુભવાતી હોવાથી તેઓ શુદ્ધહવા માટે પણ હવે ફાંફા મારી રહ્યા છે ગુરુવારે વાઈરલ થઈ રહેલા આ વીડિયોઝ જોયા બાદ અનેક યૂઝર્સે પણ ચિંતા વ્યક્ત કરી હતી તમને જણાવી દઈએ કે દાવાનળનાકારણે અત્યાર સુધીમાં 18નાં મોત પણ થયાં છે તો સાથે જ પૂરજોશમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં 8000 કરતાં પણ વધુ લોકોને રેસ્ક્યુ કરાયા હતા લોકો પણ આગથીબચવા માટે સમુદ્ર કિનારે શરણ લઈ રહ્યા છે ચોતરફ ધુમાડો વધી રહ્યો હોવાથી આગના કારણે થયેલું નુકસાનનું પણ આકલન વ્યવસ્થિત રીતે થઈ શકતું નથી