નગરપાલિકામાં ગોટાળાની તપાસ કરવા જતાં સિટી મેજિસ્ટ્રેટ મહિલા ચેરમેનના રોષનો ભોગ બન્યા

DivyaBhaskar 2019-12-31

Views 23

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલા ગોટાળાની તપાસ કરવા ગયેલા સિટી મેજિસ્ટ્રેટ અને નગરપાલિકાનાં ચેરમેન આમનેસામને આવી ગયા હતા ચેરમેન અંજૂ અગ્રવાલ તેમની જાણ બહાર જ તપાસ માટે આવેલા અધિકારીને જોઈને જ ભડક્યાં હતાં બંને વચ્ચે થયેલી તું તું મેં મેંનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો સિટી મેજિસ્ટ્રેટઅતુલ કુમારે ત્યાં જઈને ડોક્યૂમેન્ટની તપાસ હાથ ધરી તો તેમના ધ્યાને આવ્યું હતું કે જેના પર અકાઉન્ટન્ટે પણ સાઈન નહોતી કરી તેવા અનેક બિલોનું પેમેન્ટ નીકળી જાય તે માટે ચેરમેન મહોદયાએ સાઈન કરી દીધી હતી અતુલ કુમારે જ્યારે કેશ બુક માગી ત્યારે તો ચેરમેનનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો તેમણે અધિકારીના તાબે થવાના બદલે અત્યારે કેશ બુક નથી, બે દિવસમાં અમે કેશ બુક આપીશું તેવું સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું તપાસ કરવા માટે પહોંચેલા સિટી મેજિસ્ટ્રેટને પણ ત્યાંથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું વીડિયો વાઈરલ થયા બાદ ચેરમેને પણ સિટી મેજિસ્ટ્રેટ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેઓ કમિશન લેવા માટે જ તપાસનું નાટક કરે છે જોઈ લો, એક નેતા અને સરકારી અધિકારીમાં થયેલી જબરદસ્ત જીભાજોડીનો વીડિયો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS