રાજકોટ: શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવેએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી શાયરી અને ગીત મુક્યું હતું ઘટનાના પગલે પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે