સુરતઃરાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 4 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં માનવ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો હાલ તો બાળમજૂરી માટે લાવવામાં આવેલા 138 જેટલા બાળકોને છોડવવામાં આવ્યા છે જોકે, આ બાળકોની સીતારામ સોસાયટીમાં નર્કાગાર સ્થિતિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા સીતારામ સોસાયટીમાં નાના નાના રૂમમાં 25-25 બાળકોને ભરવામાં આવ્યા હતા રૂમના કબાટમાં પણ બાળકો સૂતેલા મળ્યા હતા