પાકિસ્તાન દ્વારા સીમા પારથી કરવામાં આવતા ગોળીબારનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે વળતા હુમલામાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાની પોસ્ટિંગ ચોકીઓ તોડી પાડી છે તે સાથે જ ભારતીય સેનાએ 3-4 પાકિસ્તાની રેન્જર્સને પણ ઠાર કરી દીધા છે નોંધનીય છે કે, ગુરુવારે રાતે પાકિસ્તાને પુંછ-રાજૌરી સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને મોર્ટાર છોડ્યા હતા