મોરબીઃ એક તરફ દેશભરમાં CAA અને NRCનો હિંસક થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ મોરબી જિલ્લાના વાવડી ગામમાં 3 પાકિસ્તાની યુવાનોને ભારતનું નાગરિત્વ આપવામાં આવ્યું છે સોઢા પરિવારના હરસિંઘ સોઢા, સરુપસિંઘ સોઢા અને પરબતસિંઘ સોઢા નામના 3 યુવાનોને ભારતનું નાગરિકત્વ આપવામાં આવ્યું છે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના હસ્તે નાગરિકત્વના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જેથી ત્રણેય યુવાનોએ નાગરિકત્વ મેળવ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી