ઉત્તર ગુજરાતમાં ખેડૂતો તીડના ત્રાસથી ત્રાહિમામ છે તીડને ભગાડવા માટે સરકાર પણ અથાગ પ્રયાસો કરી રહી છે ત્યારે સ્થાનિક ખેડૂતો પોતપોતાની રીતે તીડને ભગાડી રહ્યા છે, એવો જ એક દેસી જુગાડ ગુજરાતના એક ખેડૂતે કર્યો છે ખેડૂતે તેના ખેતરમાં એક મશીન બનાવ્યું છે જેમાં બે થાળીઓ વચ્ચે એક પંખો લગાડી અવાજ કરવામાં આવે છે જેના અવાજથી તીડ ખેતરમાંથી ભાગી જાય છે ખેડૂતના જૂગાડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે