આજે ચંદ્રયાન-2માંથી વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક દૂર થઈ ગયું છે તેવા સમાચાર ઈસરોએ જાહેર કર્યા છે ચંદ્રયાન-2 હજુ ભલે હજુ ચંદ્ર પર લેન્ડ નથી થયું પણ બેંગ્લુરુમાં એક એસ્ટ્રોનોટ ચંદ્રની સપાટી પર ફરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે
બેંગ્લુરુના આર્ટિસ્ટ બાદલ નંજુન્દસ્વમીએ એસ્ટ્રોનોટ ચંદ્રની સપાટી પર ફરતો હોય તેવો 3D વીડિયો બનાવીને ફેસબુક પર પોસ્ટ કર્યો છે આ વીડિયોને ઘણી ક્રિએટિવ રીતે બનાવ્યો છે વીડિયોની શરૂઆતમાં એસ્ટ્રોનોટનો પહેરવેશ પહેરેલો વ્યક્તિ ચંદ્ર પર ચાલતો હોય તેમ જ પગલાં ભરે છે પણ થોડાં સમય પછી પાછળ રસ્તા પર ચાલતી રીક્ષા દેખાય છે આ વીડિયોમાં જે રસ્તો છે તે આમતો ચંદ્રની સપાટી જેવો ખાડાથી ભરેલો લાગે છે, પણ તે હકીકતમાં વરસાદથી ધોવાઈ ગયેલા બેંગ્લુરુના રસ્તા છે