સુરતઃ થર્ટી ફર્સ્ટ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે પારડી પોલીસ હદ વિસ્તારમાંથી ફિલ્મી સ્ટાઈલે પીછો કરી દારૂ ભરેલી બે જેટલી સ્કોર્પિયો કાર ઝડપી પાડી સપાટો બોલાવી દીધો હતો બીજી તરફ આ દારૂ હેરાફેરીમાં સુખેસ ગામના ડેપ્યુટી સરપંચ સાથે અન્ય બે ઇસમો ઝડપાતા સમગ્ર દારૂનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પારડી કીકરલા નવીનગરી સારણગામ ઉદવાડા જવાના રોડ પર દારૂ ભરેલી કારને રોકવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા ફિલ્મી સ્ટાઈલે દારૂ ભરેલી બે સ્કોર્પિયો કાર રોકવામાં ટીમને સફળતા મળી હતી આ કાર રોકવામાં એક સ્કોર્પિયો કારનો પાછળનો કાચ અને આગળનો કાચ તૂટી જવા પામ્યો હતો આ કારમાંથી બીયર વ્હીસ્કીની બોટલ નંગ 6563 જેની કિંમત રૂપિયા 9,43,400નો જથ્થો હાથ લાગતાં રૂ 12,00,000ની બે સ્કોર્પિયો કાર મળી કુલે રૂપિયા 21,58,880નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો