વડોદરા:પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હી બાદ નાગરિકતા કાયદાના વિરોધમાં વડોદરા પોલીસ કમિશ્નર કચેરીની દિવાલ સહિત 4 સ્થળોએ 'નો કેબ મોદી'નું લખાણ લખનાર ફાઇન આર્ટ્સના 5 સ્ટુડન્ટની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે અને બે સ્ટુડન્ટને વોન્ટેડ જાહેર કર્યાં છેવડોદરાની એમએસયુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુલકિત સંજીવભાઇ ગાંધી(રહેવાસી, ગુડગાવ), રજન ધિરેન્દ્ર વ્યાસ, (રહેવાસી, ઇન્દોર), ઋચીર પ્રેમ નાયર( રહેવાસી, પુના) આર્યન અનંત શર્મા(રહેવાસી, ઇન્દોર), આયઝીન જોન્સન(રહેવાસી, કેરાલા), રેનિલ રહેવાસી(સમા, વડોદરા) અને ઋષી નાયરે(રહેવાસી, ફતેગંજ, વડોદરા) મળીને વડોદરા શહેરમાં પણ કેબના મુદ્દે લોકો વિરોધ માટે આગળ આવે તે માટે કંઇક કરવાનું નક્કી કર્યું હતું વડોદરા શહેરના પોલીસ ભવન, કાલાઘોડા સર્કલ, ફતેગંજ પેવેલિયન વોલ અને રોજરી સ્કૂલ પાસે હોસ્ટેલની દીવાલ પર લખાણ 'મોદી નો કેબ' સહિતના લખાણ લખ્યા હતા