નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી આ બેઠકમાં મોદી સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી દીધી છે હવે સરકાર દ્વારા એનપીઆરનો ડેટા અપડેટ કરવામાં આવશે એનપીઆર અપડેશન માટે કેબિનેટ દ્વારા રૂ 3900 કરોડના ફંડને પણ મંજૂરી આપી દીધી છે આ નિયમ અંતર્ગત દરેક નાગરિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે