CAA-NRCના સમર્થનમાં સુરતના વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી રેલી

DivyaBhaskar 2019-12-24

Views 422

સુરતઃ સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, પથ્થરમારો, આગચંપીની ઘટનાઓ ચાલુ છે, લોકો જીવ ગુમાવી રહ્યાં છે છતાં દેશના અમુક રાજ્યોમાં આ બિલનો વિરોધ ચાલુ રહેતા હવે સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો સીએએ અને એનઆરસીના સમર્થનના બેનરો સાથે જોડાયા છેજ્યારે રેલીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS