ફી વધારાના કારણે JNUના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી, પોલીસે લાઠીચાર્જ કર્યો

DivyaBhaskar 2019-12-09

Views 541

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ના વિદ્યાર્થીઓએ સોમવારે હોસ્ટેલની ફી વધારવાના વિરોધમાં રાષ્ટ્રપતિભવન સુધી રેલી કાઢી હતી આ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણની સ્થિતી પણ સર્જાઈ હતી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો આ વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત કરવા માગતા હતા સુરક્ષાને ધ્યાનમાં રાખતા દિલ્હીના ઉદ્યોગ વિહાર, લોક કલ્યાણ માર્ગ અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા હતા દિલ્હી મેટ્રો રેલ નિગમ (DMRC)ના જણાવ્યા પ્રમાણે, ત્રણેય સ્ટેશનને આ રેલી પુરી થયા બાદ જ ખોલવામાં આવશે

આ રેલીને રોકવા માટે યુનિવર્સિટી કેમ્પસની બહાર પોલીસ તહેનાત હતી, પણ બાદમાં બેરિકેડ્સ ખોલી દેવાયા હતા પોલીસે સરોજની નગર ડેપો સુધી વિદ્યાર્થીઓને રેલી કાઢવાની મંજૂરી આપી દીધી છે તેનાથી આગળ વધતાની સાથે જ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ રેલીમાં લગભગ 5 હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS