દેશમાં વધીરહેલાવાયુ પ્રદૂષણ સામે ટક્કર લેવા માટે ભારતીય રેલવેએ એક સરાહનીય પ્રયાસ કર્યો છે નાસિક રેલવે સ્ટેશન પર એરો ગાર્ડના સહયોગથી ‘ઓક્સિજન પાર્લર’શરૂ કરવામાં આવ્યો છે જે જોઈને મુસાફરોએ પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા પ્રાણવાયુ માટે ખાસ બનાવેલા આ પાર્લરમાં 1500 જેટલા છોડ વાવવામાં આવ્યા છે આ છોડની ખાસિયત એ છે કે તેઓ હવામાંથી હાનિકારક તત્વોને શોષી લે છે એરો ગાર્ડના કહેવા પ્રમાણે આ છોડ 10X10 ફૂટના વિસ્તારમાં હવાને શુદ્ધ રાખશે સાથે જ તેઓ આ ઝૂંબેશને માત્ર રેલવે સ્ટેશનો પૂરતી મર્યાદિત ના રાખતાં તેને દરેક ઘર સુધી વિસ્તારવા માટે આશાવાદી છે જેથી હવાના પ્રદૂષણની માત્રામાં ઘટાડો કરી શકાય આવું ઓક્સિજન પાર્લર જોઈને પેસેન્જરે પણ તેના વખાણ કરતાં કહ્યું હતું કે દેશની દરેક જગ્યા કે જ્યાં ભારે માત્રામાં પ્રદૂષિત હવા છે ત્યાં પણ આ પ્રયોગ હાથ ધરવો જોઈએ