નાગરિકતા કાયદાને લઇને સમગ્ર દેશમાં જુવાળ ફાટી નીકળ્યો છે દિલ્હીમાં આ કાયદાનો સૌથી વધુ વિરોધ થઈ રહ્યો છે દિલ્હીના સીલમપુરમાં આ પ્રદર્શન હિંસક જોવા મળ્યું હતુ જ્યાં પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચેની ટક્કરના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા જેમાં પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓને ઈજા થઈ સીલમપુર પ્રદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં એક શખ્સ પોલીસકર્મીઓ પર બોમ્બ ફેંકતો જોવા મળે છે જોકે તેની આ હરકત તેના પર જ ભારે પડી હતી ઉતાવળમાં તે બોમ્બ ફેંકી ન શક્યો અને બોમ્બ તેના હાથમાં જ ફાટી ગયો
જેના લીધે તેનો હાથ લોહીલુહાણ થઈ ગયો હતો