પોતાના વહાલસોયા દિકરા માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી પિસ્તોલ લોડ કરવાની ટ્રેનિંગ આપીને તેનો વીડિયો પણ રેકોર્ડ કરનાર પિતાને યૂઝર્સેસોશિયલ મીડિયામાં વખોડ્યોહતો તેણે જે રીતે ખોળામાં માસૂમને બેસાડીને તેના જ હાથે આ પિસ્તોલમાં બુલેટ લોડ કરાવી હતી તે શોકિંગ નજારો જોઈને ભલભલાનું કાળજું કંપી જાય ભલે ગમે તેટલી તકેદારી રાખી હોય પણ આવા કિસ્સામાં જો ફાયરિંગ થઈ જાય તો ગંભીર પરિણામ પણ આવી શકે છે આ શોકિંગ વીડિયો વાઈરલ થતાં જ થાણે પોલીસે પણ આ ઘટનાની તપાસ આદરતાં જ તેની ઓળખ તિતવાલાના શાળા સંચાલક તરીકે થઈ હતી તેની પૂછપરછ આદરતાં જ એ પણ બહાર આવ્યું હતું કે તેણે આ વીડિયો તેની લાયસન્સવાળી પિસ્તોલનો ઉપયોગ કરીને રેકોર્ડ કર્યો હતો જો કે પોલીસે તેની અન્ય કોઈ જ વિગતો જાહેર નહોતી કરી આ તરફ આ વીડિયો જોયા બાદ આ સંચાલક સામે ભારે ઉહાપોહ થતાં જ તેણે માફી માગતો બીજો વીડિયો પણ અપલોડ કર્યો હતો જેમાં તે કહેતો જોવા મળ્યો હતોકે આ ઘટના પાછળ તેની પોતાની જ ભૂલ છે, તેણે તેના દિકરાની જીદ પૂરી કરવા માટે આવું રિસ્ક લીધું હતું સાથે જ તેણે અન્ય પેરેન્ટ્સને અપીલ કરી હતી કે મહેરબાની કરીને તેઓ આવી ભૂલ ના કરે