સુરતઃ લંબે હનુમાન રોડ પર આવેલી શાક માર્કેટમાં પાલિકા દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવામાં આવ્યું હતું જેને લઈને પાલિકાની ટીમે શાક માર્કેટની લારીઓ ઉઠાવવામાં આવતા શાકભાજીના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો લંબે હનુમાન રોડ પર વસંત ભીખાની વાડી પાસે શાક માર્કેટ આવેલી છે આ શાકભાજી માર્કેટમાં આજે પાલિકાની ટીમ દ્વારા પોલીસને સાથે રાખી દબાણ હટાવવામાં આવ્યું હતું અને શાકભાજીના વેપારીઓની લારીઓને ઉઠાવવામાં આવી હતી જેને લઈને શાકભાજીના વેપારીઓમાં રોષ ફેલાયો હતો શાકભાજીના વેપારીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક કોર્પોરેટરના કહેવા પર લારી ગલ્લા ઉઠાવાય છે પાલિકાની ટીમ લારીઓ ઉઠાવી મોંઘુ શાકભાજી પણ સાથે લઈ જઈ રહ્યા છે