સુરતઃ કામરેજમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં ઘૂસીને બે બાઈક સવારો દ્વારા મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે ગત રોજ બનેલી ઘટનાને લઈને મહિલા દ્વારા કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે