વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે સંસદના ઉપલા ગૃહ(સેનેટ)માં ફોરેન રિલેશન કમિટિ સામે નાગરકિતા સંશોધન કાયદા પર પોતાનો પક્ષ મુક્યો હતો જયશંકરે કહ્યું કે, ‘ટ્રમ્પ સરકારે મને નાગરિકતા સંશોધન કાયદા અંગે પોતાનું મંતવ્ય જણાવવા માટે કહ્યું છે તેમના અધિકારીઓ જે છાપામાં વાંચી રહ્યા હતા, મેં કાયદાની એના કરતા પણ સ્પષ્ટ તસવીર તેમની સામે રજુ કરી હતી’ ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે વિદેશ અને રક્ષા મંત્રીઓની 2+2 બેઠકમાં નેતાઓ વચ્ચે નાગરિકતા કાયદા અંગે ચર્ચા નહોતી થઈ