નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ દેશના ઘણાં વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને હવે તેણે હિંસક સ્વરૂપ લઈ લીધું છે દિલ્હીથી લઈને મુંબઈ અને લખનઉથી લઈને બેંગલુરુ સુધી પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે ગુરુવારે આ જ વિરોધ પ્રદર્શનના કારણે લખનઉમાં એક અને મેંગલોરમાં 2 લોકોના મોત થયા છે આજે ફરી દેશના ઘણાં હિસ્સામાં નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવો થવાની શક્યતા છે
ગુરુવારે લખનઉમાં થયેલી હિંસામાં પોલીસે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધી કુલ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 19 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે