વડોદરાઃપાદરા તાલુકાના ચાણસદ ગામની ખુશ્બુ જાનીની રહસ્યમય થયેલી હત્યાના બનાવમાં પોલીસને હજુ હત્યારાઓના કોઇ સગડ મળ્યાં નથી ત્યારે બીજી બાજુ ગ્રામજનોએ કેન્ડલ માર્ચ કરી યુવતીને શ્રદ્ધાંજલિ આપી હતી અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી કડક સજાની માગણી કરી હતી આ સાથે ગ્રામજનોએ હત્યારાઓની માહિતી આપનારને રૂપિયા 250 લાખ આપવાની જાહેરાત કરી છે