કેવડિયાઃ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે લાઇટિંગના થાંભલામાં સોમવારે મોડી રાત્રે આગ લાગી હતી જેને પગલે નર્મદા નિગમ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી નર્મદા નિગમના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી પરંતુ કોન્ટ્રાક્ટરોએ ઉતાવળમાં લાઇટિંગના થાંભલાઓની યોગ્ય કામગીરી કરી ન હોવાનં ખુલ્યુ છે આ પહેલા પણ લાઇટના થાંભલામાં કરંટ ઉતરતા બે પશુઓના મોત થયા હતા