રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં નવા 5 ગામોનો સમાવેશ થયો છે આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે આ પાંચ ગામોમાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપરા-1નો શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે અગાઉ આ પાંચ ગામોને કોર્પોરેશનની હદમાં ભેળવવાની રજૂઆત કર્યા બાદ તે રજૂઆતને માન્ય રાખવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કરવામાં આવેલા પાંચ ગામોને શહેરની હદમાં મર્જ કરવાની કાર્યવાહી 2020ની મનપાની ચૂંટણી પહેલા કરી લેવામાં આવશે મહાનગરપાલિકાના આ નિર્ણયથી માધાપરના ગ્રામજનોએ ફટાકડા ફોડી એકબીજાને મોઢા મીઠા કરાવી વધાવ્યો હતો જ્યારે સરપંચે વિરોધ વ્યક્ત કર્યો છે